રશિયાની વેક્સિન સ્પુત્નીક-વીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે.ત્યારે હૈદરાબાદની ડૉ.રેડ્ડીઝ લેબ દ્વારા ભારતમાં ઉત્પાદિત આ રસી ૯૧.૬ ટકા અસરકારક છે,જે મોડર્ના અને ફાઇઝર શોટસ બાદ સૌથી વધુ છે.જેમાં કોરોના વિરુદ્ધની લડાઇમાં ભારતમાં ત્રીજી વેક્સિન તરીકે મંજૂરી આપી દીધી છે.આમ વેક્સિન અંગેની સબ્જેક્ટ એક્સપર્ટ કમેટીએ રશિયાની સ્પુતનિક વીને મંજૂરી આપી છે.જેમાં આજે બેઠકમાં તેના ક્લિનિકલ ટ્રાયલના પરિણામો અંગે વિચાર કરવામાં આવ્યો હતો.આમ અગાઉ ૧ એપ્રિલે મળેલી છેલ્લી બેઠકમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમેટીએ ડૉ.રેડ્ડી લેબને વેક્સિનના તમામ ઇમ્યુનોજેનસિટી પેરામીટર્સનો ડેટા જમા કરાવવા કહ્યું હતું.
આમ સ્પુતનિક વી દ્વારા ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી.એવામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમેટી દ્વારા આજે તેની મંજૂરી અંગે ચર્ચા કરી હતી.ત્યારે તેની મંજૂરી મળતાં સ્પુતનિક વીના રૂપમાં ભારતને ત્રીજી વેક્સિન મળી છે.રશિયાની આર.ડી.આઇ.એફ દર વર્ષે ભારતમાં ૧૦ કરોડથી વધુ સ્પુતનિક વીના ડોઝ બનાવવા માટે કરાર કરી ચૂકી છે.
વર્તમાન સમયમાં દેશમાં બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ત્યારે બીજીબાજુ મહારાષ્ટ્ર,છત્તીસગઢ,ઓડિશા,યુ.પી સહિત કેટલાક રાજ્યોમાં વેક્સિનની કમી જોવા મળી રહી છે.જ્યારે મહારાષ્ટ્ર અને ઓડિશામાં કેટલાય સેન્ટર્સ પર વેક્સિનેશન રોકી દેવામાં આવ્યું હતું.એવામાં સતત માંગ હતી કે અન્ય વેક્સિનને મંજૂરી આપવામાં આવે,જેથી મોટી સંખ્યામાં પ્રોડક્શન થાય અને વેક્સિનની જરૂરિયાત પૂરી થઇ શકે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved