લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / રશિયન વેક્સિન સ્પૂતનિક વીની બીજી ખેપ હૈદરાબાદ ખાતે આવી પહોંચી

કોરોના વાયરસ વિરુદ્ધ રશિયન વેક્સિન સ્પૂતનિક વીની બીજી ખેપ હૈદરાબાદ ખાતે આવી પહોંચી છે.આ પ્રસંગે રશિયન રાજદૂત એન.કુદાશેવે આ વેક્સિનને રશિયન-ઇન્ડિયન વેક્સિનનું નામ આપતાં જણાવ્યુ હતું કે રશિયન વેક્સિન સ્પૂતનિક-વીની અસરની સમગ્ર દુનિયામાં ચર્ચા છે.આ સિવાય તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં એક ડોઝવાળી સ્પૂતનિક લાઇટ વેક્સિનના ઉત્પાદન પર ભાર આપવામાં આવશે.આ સિવાય રશિયન રાજદૂતે આ વેક્સિનને કોરોનાના નવા સ્ટ્રેઇન વિરુદ્ધ પ્રભાવશાળી ગણાવી છે.ત્યારે સ્પૂતનિક-વીનું ઉત્પાદન ભારતમાં ધીમે-ધીમે વધશે અને એક વર્ષમાં 85 કરોડ ડોઝ તૈયાર કરશે.આમ દેશમાં વધતાં જતાં કોરોના સંક્રમણને જોતાં એપ્રિલ માસમા સ્પૂતનિક-વીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.