ભારત ટીમના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ ફરી એકવખત ક્રિકેટના મેદાન પર એકસાથે જોવા મળશે.એવામાં પ્રશંસકો તેમને અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ફરીથી ઓપનિંગ કરતાં જોઇ શકશે.
આમ આ સીરિઝની શરૂઆત ૨ માર્ચથી થશે અને તે ૨૧ માર્ચ સુધી ચાલશે.રોડ સેફ્ટી જાગૃતતા સાથે જોડાયેલી આ ટૂર્નામેન્ટમાં બ્રેટલી,બ્રાયન લારા,તિલકરત્ને દિલશાન,જોન્ટી રોડ્સ જેવા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે.આ ટૂર્નામેન્ટનું આયોજન ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના વાયરસને લીધે ચાર મેચો બાદ તેને રદ કરવું પડ્યું.પરંતુ આ વખતે આ ટૂર્નામેન્ટનું આયોજન છત્તીસગઢના રાયપુરમાં આવેલા શહીદવીર નારાયણસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આમ આ સીરિઝના આયોજકોનું કહેવું છે કે સચિન તેંડુલકર,વીરેન્દ્ર સહેવાગ,બ્રેટલી,તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન સાથે ક્રિકેટ રમતાં પાંચ દેશોના કેટલાક પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં રમતાં જોવા મળશે.આમ આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા,દક્ષિણઆફ્રિકા,શ્રીલંકા,વેસ્ટઇન્ડીઝ,ભારતના કેટલાક પૂર્વ ક્રિકેટર ભાગ લેશે.આમ આ સ્પર્ધાનું આયોજન દેશમાં માર્ગ સુરક્ષાની જાગૃતતા માટે કરવામાં આવી રહ્યું છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved