લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એસ.બી.આઈ સહિત 6 બેન્કોનું ખાનગીકરણ નહી કરવામાં આવે

બેન્કોના ખાનગીકરણ કરવાના મામલે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં મહત્વની જાહેરાત કરી હતી કે સરકારી બેન્કોના ખાનગીકરણને લઈને વાતચીત થઈ રહી છે.જેના માટે સેન્ટ્રલ બેન્ક સતત સરકારના સંપર્કમાં છે.જેમાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે આર.બી.આઈ અને નાણામંત્રાલય વચ્ચે બજેટ પહેલા અને પછી પણ ચર્ચા થઈ હતી.ત્યારબાદ નીતિ આયોગે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ બેન્કોનું ખાનગીકરણ નહીં કરવામાં આવે.જેમાં નીતિ આયોગ અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા સિવાય જે બેન્કોના છેલ્લા કેટલાક સમયમાં એકીકરણ કરાયું છે તે બેન્કોનું ખાનગીકરણ નહીં થાય.વર્તમાન સમયમાં દેશમાં 12 સરકારી બેન્ક છે.આમ ખાનગીકરણની યાદીમાં એસ.બી.આઈ,પી.એન.બી,યુનિયન બેંક,કેનેરા બેન્ક,ઈન્ડીયન બેન્ક,બેન્ક ઓફ બરોડા સહિતની બેન્કો નથી.