લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / કડાકાનો દોર જારી: સેન્સેકસ વધુ 500 પોઈન્ટ ગગડયો

મુંબઈ શેરબજારમાં બજેટ પુર્વે કરેકશન-કડાકાનો દોર જારી રહ્યો હોય તેમ આજે વધુ ગાબડા પડયા હતા. જાન્યુઆરી ફયુચરનો છેલ્લો દિવસ હોવાના કારણોસર તથા વિદેશી સંસ્થાઓની વેચવાલી અને વિશ્વબજારોની મંદીની અસર આક્રમણકારી વેચવાલીનો મારો હતો. રીલાયન્સ, એકસીસ બેંક, હીરો મોટો, ભારત પેટ્રોલીયમ જેવા શેરો મજબૂત હતા. જ્યારે હિન્દ લીવર, એચડીએફસી બેંક, વીપ્રો, ટેલ્કો જેવા સંખ્યાબંધ હેવીવેઈટ શેરોમાં ગાબડા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 321 પોઈન્ટના ગાબડાથી 47088 હતો. જે ઉંચામાં 47172 તથા નીચામાં 46821 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 94 પોઈન્ટના ગાબડાથી 138873 હતો.