લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજારમાં સેન્સેકસ 450 પોઈન્ટ ઉંચકાઈને 53,000ને પાર થયો

મુંબઈ શેરબજારના સેન્સેકસમાં વધુ 700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો,આ સાથે તે 53,000ની સપાટી કુદાવી ગયો હતો.વૈશ્વિક મંદીના ભણકારા હોવા છતાં ભારતને તેનો આંશિક લાભ મળવાના આશાવાદની સારી અસર થઈ હતી.વિદેશી નાણાં સંસ્થાઓ સતત વેચવાલ હોવાછતાં તે કારણને ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યું હતું.આમ ચોમાસુ ઝડપથી આગળ ધપવા લાગતા અને આવતા અઠવાડીયામાં સાર્વત્રિક વરસાદ થઈ જવાની આગાહીથી પણ રાહત થઈ હતી.આમ છેલ્લા કેટલાક દિવસોમાં ખાદ્ય ચીજોથી માંડીને અનેક વસ્તુઓના ભાવ નીચા આવતા ફુગાવામાં રાહત મળવાના સંકેતોથી પણ તેજીને ટેકો મળ્યો હતો.શેરબજારમાં આજે મોટાભાગના શેરો ઉંચકાયા હતા.મેટલ અને સોફટવેર શેરો લાઈટમાં હતા.મારૂતી,બજાજ ઓટો,મહીન્દ્ર,ઈન્ફોસીસ,સ્ટીલ,ઓએનજીસી,સ્ટેટ બેંક,ટીસ્કો,એચડીએફસી બેંક,ભારતીય એરટેલ, ટીસીએસ વગેરેમાં ઉછાળો હતો.