ભારતીય ટીમ આવતા મહિને વન-ડે અને ટી20 સીરિઝ માટે શ્રીલંકાના પ્રવાસે જશે.આ સિવાય ટેસ્ટના ખેલાડી ઇંગ્લેન્ડના પ્રવાસે હશે. તેથી ટીમ પાસે બેન્ચના ખેલાડીઓને તક આપવામાં આવશે.આમ આગામી 14 થી 27 જુલાઈ સુધી 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે.જેમાં સુકાની તરીકે અય્યર અને શિખર ધવન પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.આ સિવાય ઓપનરમાં ધવનની સાથે પૃથ્વી શૉ,રિતુરાજ,પડીક્કલનો વિકલ્પ છે.જે ત્રણેય ખેલાડીઓએ સ્થાનિક ક્રિકેટ તેમજ આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે.આમ ટી20 વર્લ્ડકપનું આયોજન પણ ઓક્ટોબર-નવેમ્બરમાં છે.જેના કારણે ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્વની રહેશે.આમ ભુવનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગની કમાન સંભાળશે.જ્યારે ટી20માં તેની સાથે દીપક ચહર,હર્ષલ અને ખલીલ જ્યારે વન-ડેમાં સૈની અને ઉનડકટ હોઇ શકે છે.આમ પસંદગીકાર વન-ડે અને ટી-20 ફોર્મેટ માટે 20-20 ખેલાડીઓની ટીમની પસંદગી કરી શકે છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved