લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / શિરડી સાંઈબાબાનું મંદિર આગામી આદેશ સુધી બંધ રાખવામા આવશે

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે મહારાષ્ટ્ર સરકારે રાત્રિની સંચારબંધી અને વીકેન્ડ લોકડાઉન જેવા નિયંત્રણો લગાવ્યા છે. ત્યારે શિરડીના પ્રખ્યાત સાંઈબાબા મંદિરના અધિકારીઓએ પણ સોમવારની રાતથી વધુ આદેશ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે.આમ રાજ્ય સરકારના જાહેરનામા અનુસાર ધાર્મિક સ્થળો બંધ રહેશે તેથી જ સાંઈબાબા મંદિર પણ ભક્તો માટે સોમવારથી બંધ રહેવાનું છે તેમ શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી રવીન્દ્ર ઠાકરેએ જણાવ્યું હતું.પરંતુ મંદિરની અંદરની રોજિંદી પ્રક્રિયાઓ ચાલુ રહેશે. રહેઠાણ અને પ્રસાદાલય બંધ રહેશે તેમ જણાવ્યું હતું.