લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / શૂટિંગ વિશ્વકપ- ચિન્કી યાદવ અને ઐશ્વરી પ્રતાપે ગોલ્ડમેડલ જીત્યો

શૂટિંગ વિશ્વકપમાં વીમેન્સ ૨૫ મીટર પિસ્તોલમાં ચિન્કી યાદવ,રાહી સર્નોબત અને મનુ ભાકરે ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા હતા.જેમાં યાદવે ૩૦ અને સર્નોબતને ૩૨ પોઇન્ટ પર ટાઈ થયા પછી શૂટ-ઓફમાં ૪-૩થી હરાવી હતી.આ અગાઉ ઐશ્વરી પ્રતાપસિંઘ તોમરે મેન્સ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.જેના કારણે શૂટિંગ સ્પર્ધામાં ભારતના ગોલ્ડની યાદી નવ પર પહોંચી છે.જ્યારે ભાકરે ૨૮ પોઇન્ટ સાથે બ્રોન્ઝમેડલ જીત્યો હતો.આમ એક જ સ્પર્ધામાં ભારતની ત્રણ ખેલાડીઓએ અનુક્રમે ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો તેના પરથી આ રમતમાં ભારતમાં કેટલી પ્રતિભા છે તેનો ખ્યાલ આવે છે.આમ આ ત્રણેય શૂટરે ટોકિયો ઓલિમ્પિક્સમાં તેમનું સ્થાન સુનિશ્ચિત કર્યુ છે.

જેમાં ચિન્કી યાદવે વર્ષ ૨૦૧૯માં દોહા ખાતે ૧૪મી એશિયન ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન મેળવવા સાથે ઓલિમ્પિકમાં તેનું સ્થાન સુનિશ્ચિત કરી લીધુ હતું.તેણે પહેલા ૧૪નો સ્કોર કર્યો હતો.જ્યારે ભાકરે ૧૩નો સ્કોર કર્યો તેના પછી ભોપાલની ચેમ્પિયને ૨૧નો સ્કોર કરતા તે બાકીના બધાથી આગળ નીકળી ગઈ હતી અને અનુભવી સર્નોબતે પણ તેની સામે સંઘર્ષ કરવો પડયો હતો.

જેમાં ભોપાલના ૨૦ વર્ષીય યુવાને ૪૬૨.૫ના શોટ સાથે હંગેરીના સ્ટાર રાઇફલમેન ઇસ્ટવન પેનીને પાછળ પાડી ગોલ્ડ જીત્યો હતો.જેમાં ઇસ્ટવેન પેનીએ ૪૬૧.૬નો સ્કોર,ડેન્માર્કના સ્ટેફે ઓલ્સેને ૪૫૦.૯નો સ્કોર કર્યો હતો.ત્યારે ફાઇનલમાં પહોંચેલા સંજીવ રાજપૂત અને નીરજ કુમાર છઠ્ઠા અને આઠમાં સ્થાને આવ્યા હતા.