લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / હવામાંથી સીધું પીવાનું પાણી મેળવી શકાશે

સંશોધકોએ એક એવું એરોસોલ વિકસાવ્યું છે જે કોઇપણ પ્રકારના પાવર સોર્સ વિના હવામાંથી પાણી શોષી શકે છે.આમ પૃથ્વીના વાતાવરણમાં મોટી માત્રામાં પાણી મોજૂદ છે પણ પીવાના પાણીના સ્રોત તરીકે તેની અવગણના થતી રહી છે.ત્યારે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર હો ઘીમ વેઇએ કરેલાં એક સંશોધનમાં જણાયું હતું કે વાતાવરણમાં ગ્લોબલ હાઇડ્રોલોજિકલ સાયકલને કારણે સતત પાણી ઉમેરાતું રહેતું હોવાથી પાણીની ખોટ પડે તેમ નથી.

આમ સંશોધકોએ એક પ્રકારની એરોજેલ વિકસાવી છે જે એક એવો ઘન પદાર્થ છે જેનું વજન નહિવત છે.જેને માઇક્રોસ્કોપ તળે જોવામાં આવે તો તે સ્પોન્જ જેવો દેખાય છે પણ હવામાંથી પાણી શોષવા માટે તેને દબાવવાની જરૂર રહેતી નથી કે તેના માટે કોઇ બેટરીની પણ જરૂર પડતી નથી.

આમ ભેજવાળા હવામાનમાં એક કિલો એરોજેલ દિવસમાં 17 લિટર પાણી પેદાં કરે છે. આ એરોજેલ સાપ સમાન મોલિક્યુલની બનેલી હોય છે.જે પોલિમર તરીકે ઓળખાય છે.જે પોલિમરની લાંબી ચેઇનમાં એક રાસાયણિક માળખું હોય છે જે સતત પાણીને આકર્ષે અને છોડે છે.આમ નવી પેઢીના સ્માર્ટ એરોજેલ આપોઆપ હવામાંથી પાણીના મોલિક્યુલ મેળવે છે જેને કન્ડેન્સડ કરીને પ્રવાહી પાણી બનાવવામાં આવે છે.

આમ એરોજેલ વિશેનો આ અભ્યાસ સાયન્સ એડવાન્સીસ નામની જર્નલમાં પ્રકાશિત થયો હતો. સંશોધકો હવે ઘરમાં કે ઔદ્યોગિક વપરાશ માટે મોટાપાયે પાણીનું ઉત્પાદન કરવા માટે ભાગીદાર શોધી રહ્યા છે.