લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતને જૂન સુધી ત્રીજી કોરોના વેક્સીન મળી શકે

કોરોના મહામારી વિરુદ્ધ ભારત હવે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યુ છે.ત્યારે દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે,એવામાં દેશને કોરોના સંક્રમણ સામે ત્રીજી વેક્સીન પણ મળે એવી આશા જાગી છે.આ મુદ્દે સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓની કંપની કોરોના વાયરસની બીજી વેક્સીન આ વર્ષે જૂનમાં લોન્ચ કરી શકે છે.તેમના મુજબ આ વેક્સીનને મંજૂરી મળતાં જ દેશને કોરોના વાયરસની ત્રીજી વેક્સીન મળી જશે.

પૂનાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટીટ્યૂટ Novavax વેક્સીનનુ ટ્રાયલ કરી રહી છે અને તેના પરિણામ ઘણા પ્રભાવશાળી આવ્યા છે.ભારતમાં Novavax વેક્સીનના ટ્રાયલ માટે પ્રક્રિયા શરૂ કરેલ છે.જે પછી આશા છે કે આગામી જૂન 2021 સુધી વેક્સીન લોન્ચ થઇ જશે.

આમ વર્તમાન સમયમાં પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની સ્વદેશી વેક્સીન કોવેક્સીન દેશભરમાં લોકોને લગાવવામાં આવી રહી છે.હાલમાં ભારતમાં ત્રણ વેક્સીન સિવાય અન્ય ચાર વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ તેના પહેલા તબક્કાની શરૂઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.જેમાં અત્યારસુધી 33 લાખ સ્વાસ્થ કર્મચારીઓને કોરોના વેક્સીન લાગી ચૂકી છે અને પહેલી ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવશે.