લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સાઉદી અરબે ભારતીયોની યાત્રા પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો

કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે સાઉદી અરબે ભારતીયોના સાઉદી અરબ આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.ત્યારે આ પ્રકારના પ્રતિબંધ બીજા દેશો પર પણ લગાવવામાં આવ્યા હતા.જેથી કોરોના સંક્રમણને દેશમાં ફેલાતુ અટકાવી શકાય.પરંતુ હવે સાઉદી અરબે આ પ્રકારના પ્રતિબંધો ઉઠાવી લીધા છે.ત્યારે આ દેશોની યાદીમાં ભારતનુ નામ નથી.જ્યારે પાકિસ્તાનના લોકો પર મુસાફરી કરવાના પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે.આમ પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં સાઉદીની મુલાકાત લીધી હતી અને એ પછી આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.જેમાં એવું એલાન કરવામાં આવ્યુ છે કે આગામી 17 મેથી દેશની સીમાઓને ખોલવામાં આવશે.જે લોકોને વેક્સીન લાગી ચુકી છે અને જેમણે છેલ્લા 6 મહિનાથી ઓછા સમયમાં કોરોનાને માત આપી છે તેવા લોકોને દેશમાં પ્રવેશ કરવા મંજૂરી અપાશે.
આમ સાઉદીએ ભારત,લિબિયા,સીરિયા,લેબેનોન,યમન,ઈરાન,તુર્કી,આર્મેનિયા,સોમાલિયા,કોંગો,અફઘાનિસ્તાન,વેનેઝુએલા અને બેલારુસ સહિતના દેશો પર પ્રતિબંધ રાખવામા આવ્યો છે.