લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સાઉદી અરેબીયાએ ભારત સહિત 20 રાષ્ટ્રો સાથે વિમાની સેવા બંધ કરી

સાઉદી અરેબીયાએ ભારત-પાકિસ્તાન,અમેરિકા સહિત 20 દેશોના નાગરિકોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે.આમ કોરોનાના સંક્રમણ તથા નવા સ્ટ્રેનનો પગપેસારો રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને સાઉદી અરેબીયાએ 20 જેટલા દેશોની વિમાની સેવા સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે.આમ સાઉદી અરેબીયાની નાગરીકતા ધરાવતા લોકો જ પ્રવેશ કરી શકશે તેમજ રાજદ્વારી-તબીબો માટે છૂટછાટ આપવામાં આવી છે.આમ જે 20 રાષ્ટ્રો સાથે વિમાની સેવા સ્થગીત કરવામાં આવી છે તેમાં સંયુક્ત આરબ અમીરાત,જર્મની,અમેરિકા,બ્રિટન,દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ,ઈજીપ્ત,લેબનોન,આર્જેન્ટીના,ઈન્ડોનેશીયા,આયરલેન્ડ,ઈટાલી,બ્રાઝીલ,તુર્કી,પોર્ટુગલ,સ્વીડન,જાપાન અને ભારત છે.21 ડિસેમ્બરથી વિમાની સેવા સ્થગીત કરાયા બાદ 4 જાન્યુઆરીથી ફરી છૂટ મુકવામાં આવી હતી.પરંતુ હવે નવા સ્ટ્રેનનું જોખમ વધવા લાગ્યુ છે એટલે નવેસરથી 200 દેશો પર નિયંત્રણો મુકાયા છે.આમ સાઉદી અરેબીયામાં અત્યારસુધીમાં 3.68 લાખ કેસો થયા છે તેમાંથી 6383ના મોત થયા છે.