સાઉથ આફ્રિકાના ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે.આમ 36 વર્ષીય બેટસમેને અચાનક સંન્યાસની જાહેરાત કરી હતી.આમ ડુ પ્લેસિસે સાઉથ આફ્રિકા માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.જેમાં તેણે મેચની ચોથી ઈનિંગમાં 212 રન બનાવીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટમાં આફ્રિકાને પરાજયમાંથી બચાવ્યું હતું.આમ ડુ પ્લેસિસે સાઉથ આફ્રિકા માટે 69 ટેસ્ટ મેચ રમી છે.
આમ ડુ પ્લેસીસે વર્ષ 2016માં એબી ડિવિલિયર્સ પાસેથી કેપ્ટનશીપ સંભાળી હતી.આમ તેણે 36 ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા ટીમની કમાન સંભાળી હતી.ત્યારબાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ઘરેલું શ્રેણીમાં પરાજય બાદ પદ પરથી હટી ગયો હતો.આ સિવાય તેણે શ્રીલંકા વિરુદ્ધ સેન્ચુરિયનમાં 199 રનની ઈનિંગ રમીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.આમ ડુપ્લેસિસે ટેસ્ટ કરિયરમાં 40.63ની સરેરાશથી 4163 રન બનાવ્યા છે.જેમાં 10 સદી અને 21 અર્ધસદીનો સમાવેશ થાય છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved