લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સાઉથ આફ્રિકા સીરમ ઈન્સ્ટીટયુટ વેકસીનનાં 10 લાખ ડોઝ ભારતને પરત કરશે

સાઉથ આફ્રિકાએ સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાને એસ્ટ્રોજેનીકા કોરોના વેકસીનના 10 લાખ ડોઝ પાછા લઈ લેવાનું જણાવ્યું છે.આ બાબતે સાઉથ આફ્રિકાએ એવું કારણ આપ્યું છે કે આ વેકસીન કોરોનાના નવા આફ્રિકન પ્રકાર માટે અસરકારક નથી.આમ ગયા સપ્તાહે જ સાઉથ આફ્રિકામાં વેકસીનના 10 લાખ ડોઝનો પહેલો જથ્થો પહોંચ્યો હતો. જ્યારે 5 પાંચ લાખ ડોઝ આગામી સપ્તાહે પહોંચવાના હતા.ત્યારે સાઉથ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં હાલના સમયે કોરોના વેરીએન્ટના કેસ સામે આવ્યા છે તેની સામે આ વેકસીન અસરકારક ન હોવાથી સાઉથ આફ્રિકા હવે આરોગ્ય કર્મચારીને જોન્સન એન્ડ જોન્સનની વેકસીન આપશે.