લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / દક્ષિણ કોરિયાની સ્ટીલ કંપની પોસ્કો ઓડિશામાં 90,000 કરોડનું રોકાણ કરશે

કોરોનાકાળમાં ભારતમાં વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ચાલુ રહ્યો છે.જેમાં એક નવો રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે.જેમાં ઓરિસ્સાના સ્ટીલ પ્રોજેક્ટમાં દક્ષિણ કોરિયાની પ્રખ્યાત સ્ટીલ કંપની પોસ્કો દ્વારા 90,000 કરોડ રૂપિયાનુ મૂડીરોકાણ કરવામાં આવશે.આમ દક્ષિણ કોરિયાના રાજદૂત શિન બોંગકિલે એક કાર્યક્રમમાં આ પ્રકારની જાહેરાત કરી હતી.જેમાં પોસ્કો કંપની દક્ષિણ કોરિયાની સૌથી મોટી સ્ટીલ કંપની છે.જેણે ઓરિસ્સાના પારાદીપમાં પોતાનો સ્ટીલ પ્લાન્ટ લગાવવા માટે જમીન ખરીદી હતી.પરંતુ તેમાં થયેલા વિવાદના પગલે આગળનુ કામ રોકાઈ ગયુ હતુ.આમ જમીન સંપાદન કરવામાં કંપનીને પડેલી મુશ્કેલીના કારણે જે તે સમયે કંપનીએ પ્રોજેક્ટ પર બ્રેક મારી દીધી હતી.જોકે હવે આ પ્રોજેકટ કાર્યરત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.