લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સ્પુતનિક-5 રશિયા સહિત અન્ય 14 દેશોમાં સફળ થઈ,કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી

દેશમાં આગામી દિવસોમાં રશિયન બનાવટની સ્પુતનિક-5 વેકસીન પણ આવી જશે.આમ વર્તમાનમાં જે વેકસીન છે તેના ઉત્પાદનની એક મર્યાદા છે તેમજ ભારત જેવા વિશાળ દેશમાં જયારે 80-90 કરોડ લોકોને વેકસીન આપવાની જરૂર હોય ત્યારે 150 કરોડથી વધુ ડોઝ જરૂરી બને તે માટે દેશમાં સ્પુતનિક-5 ના આગમનથી ઉત્પાદનમાં ઝડપ લાવીને વર્તમાન સમયની અછતને ઘટાડી શકાશે.સ્પુતનિક ફાઈવ સિવાય જોન્સન એન્ડ જોન્સનની વેકસીન પણ દેશમાં આવશે.

આમ સ્પુતનિક-5ની કલીનીકલ ટ્રાયલમાં તે 91.6% કારગર સાબિત થઈ છે.તેમજ વર્તમાન સમયમાં તેની કોઈ ગંભીર સાઈડ ઈફેકટ પણ જોવા મળી નથી.આમ ભારતમાં હાલ જે બે વેકસીન છે તે સ્વદેશી પ્રકારની છે.તેમાં કોવિશિલ્ડ એ બ્રિટનની ઓકસફર્ડ યુનિ.તેમજ અમેરિકાની એસ્ટ્રાજેનેકા લેબના સહયોગથી બની છે.જ્યારે સ્પુતનિક-5 એ રશિયાની ગામેલીયા રીસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ એમીડેમોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ તૈયાર કરી છે.આમ વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ જે રશિયાએ છોડયો હતો તેનું નામ પણ સ્પુતનિક હતું.તે નામ પરથી જ વેકસીનને નામ આપવામાં આવ્યું છે અને રશિયામાં આ વેકસીન 11 ઓગષ્ટ 2020ના રોજ લોન્ચ થઈ હતી.આમ આ વેકસીનનો અલ્જેરીયા, આર્જેન્ટીના,બેલારૂસ,બોલીવિયા,બોસ્નીયા,બ્રાઝીલ,ચીન,ઈજીપ્ત સહિતના દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે.જ્યારે ભારતમાં સ્પુતનિક-5એ હૈદરાબાદની ડો.રેડ્ડીઝ લેબોરેટરી દ્વારા ઉત્પાદીત થશે અને તેને અન્ય અનેક ફાર્મા કંપનીઓ સાથે સહયોગ કર્યો છે.આમ દેશમાં આ સાથે વેકસીન ઉત્પાદન વધશે.