લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સ્પુતનિક વેક્સિનનો એક ડોઝ આશરે 1,000 રૂપિયામાં મળશે

રશિયન સ્પુતનિક કોવિડ-19 વેક્સિનનો એક ડોઝ ભારતમાં આશરે 1,000 રૂપિયામાં મળશે.આમ ભારતમાં સ્પુતનિકની આયાત કરનારી કંપની ડૉ.રેડ્ડીજ લેબોરેટરીએ આ અંગેની માહિતી આપી હતી.જેમાં કંપનીએ આ વેક્સિનને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીની મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્યું હતું.આમ ડૉ.રેડ્ડીજ લેબ વેક્સિનને ભારતમાં આયાત કરી રહી છે.જે વેક્સિનના 2 ડોઝ લેવા જરૂરી છે.જેમાં વેક્સિનના એક ડોઝ માટે છૂટક કિંમત રૂ.948 છે.પરંતુ તેના પર 5 ટકા જીએસટી લાગશે એટલે એક ડોઝ આશરે 1,000 રૂપિયામાં પડશે.આમ આ વેક્સિન ભારતમાં બનવા લાગશે ત્યારે તેની કિંમતો ઘટી શકે છે.આ કંપની ભારતમાં વેક્સિન બનાવતી 6 કંપનીઓ સાથે તેના ઉત્પાદનને લઈ વાતચીત કરી રહી છે.