લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમા બાંગ્લાદેશ ટીમે 4 વિકેટે 474 રન કર્યા

શ્રીલંકા સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશ ટીમે 4 વિકેટે 474 રન કર્યા હતા.જેમાં ખરાબ પ્રકાશના અવરોધના લીધે બીજા દિવસે 90 મિનિટની રમત બગડી હતી.જેના કારણે દિવસ દરમિયાન 65 ઓવરની જ રમત શક્ય બની હતી. ત્યારે બાંગ્લાદેશે 65 ઓવરમાં 172 રન ઉમેરી બે વિકેટ ગુમાવી હતી.જેમાં નજમુલ હુસૈને 378 બોલમાં 17 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 163 રન કર્યા હતા.જ્યારે મોમિનુલ હક્કે કારકિર્દીની 11મી તેમજ વિદેશની ધરતી પર પ્રથમ સદી ફટકારતા 127 રન કર્યા હતા.આમ બંને વચ્ચે ત્રીજી વિકેટની 242 રનની ભાગીદારી નોંધાઈ હતી.