દેશમાં કોરોના અને લોકડાઉનના કારણે પેટ્રોલ-ડીઝલ પર મોટી અસર થઈ છે અને લગભગ 25% ટકા જેટલું વેચાણ ઘટી ગયુ હતું.આમ ગુજરાત કે જયાં ગ્રીન એનર્જી-સીએનજીનો વપરાશ સૌથી વધુ છે ત્યાં એપ્રિલ-સપ્ટેમ્બરનાં સમયગાળામાં સીએનજીનાં વેચાણને મોટી અસર થતાં 32% જેટલું વેચાણ ઘટી ગયુ છે.આમ રાજયમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2020નાં સમયગાળામાં 252 ટીએમટી સીએનજી વેંચાયુ જે તેની અગાઉના વર્ષ 2019ના સમયગાળામાં 367 ટીએમટી હતું.આમ પેટ્રોલીયમ પ્લાનીંગ એન્ડ એનાલીસીસ સેલ જે કેન્દ્ર સરકારના પેટ્રોલીયમ વિભાગ હેઠળ કામ કરે છે તેના દ્વારાઆ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
આમ વાસ્તવમાં સીએનજીના વપરાશમાં ઘટાડો થયો તેનું મુખ્ય કારણ શાળાઓ તથા કોલેજો બંધ હતી અને ટેકસી સેવાને પણ લોકડાઉન સહિતની અસર હતી.આમ શાળાઓનાં વાહનો-કોલેજોની બસો,જાહેર ટ્રાન્સપોર્ટ,ખાનગી ટેકસી સેવાઓ ઉપરાંત ખાનગી વાહનોમાં પણ સીએનજીનો વપરાશ ઘટી ગયો છે. આમ ટુરીઝમ સહીતની પ્રવૃતિઓ ઠપ્પ થઈ જતા સીએનજી વપરાશ ઘટી ગયો છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved