લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સબમરિન કરંજ નૌસેનામાં વિધિવત રીતે સામેલ કરાઇ

સબમરિન કરંજ ભારતીય નૌસેનામાં સામેલ થઈ ચુકી છે.જેના કારણે નૌસેનાની તાકાતમાં વધારો થયો છે.નૌસેનાના ચીફ એડમિરલ કરમબીર સિંહ અને રિટાયર્ડ એડમિરલ વી.એસ શેખાવતની હાજરીમાં તેને મુંબઈ ખાતે નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી.
સબમરિન કરંજ કોઈ અવાજ વગર કરે દુશ્મનના જહાજોને દરિયાના પેટાળામાં રહીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.આ સ્કોર્પિયન ક્લાસની સબમરિન છે અને આ વર્ગની પહેલી બે સબમરિન કલવરી અને ખંડેરી પહેલાથી નૌસેનામાં સામેલ થઈ ચુકી છે.ત્યારે આ વર્ગની ચોથી સબમરિન વેલાની દરિયાઈ ટ્રાયલ ચાલી રહી છે.ટુંકસમયમાં તે પણ નૌસેનામાં સામેલ થઈ જશે.આમ આઈ.એન.એસ કરંજમાં દરિયાની સપાટી પરથી અને દરિયાની અંદર રહીને ટોરપીડો તેમજ એન્ટી શિપ મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા છે.આમ તેમાં અત્યાધુનિક સર્વેલન્સ ઉપકરણો ફીટ કરવામાં આવ્યા છે.આ સબમરિન દરિયામાં બીછાવેલી માઈન્સ શોધવા માટે પણ સક્ષમ છે તેની લંબાઈ 70 મીટર અને ઉંચાઈ 12 મીટર છે તેનુ વજન 1600 ટન છે.સબમરિન લાંબોસમય પાણીની અંદર રહી શકે છે અને તેને ઓક્સીજન લેવા માટે વારંવાર સપાટી પર આવવાની જરૂર રહેતી નથી.આ માટે ડી.આર.ડીઓ દ્વારા વિશિષ્ટ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.