લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાન સમયમાં ખાંડ ઉત્પાદનમાં 16 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી

વર્તમાન ખાંડ સીજનમાં ભારતની મિલોએ 1 ઓકટોબર 2020 થી 30 એપ્રિલ 2021ના ગાળામા 299.15 લાખ ટનનું ઉત્પાદન કર્યું છે.આમ દેશમાં સાકરના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશમાં ખાંડનો ઉત્પાદન આંક વર્તમાન સીજનમાં 105.6 લાખ ટન રહ્યો છે.જે ગયા વર્ષના 30 એપ્રિલ સુધીમાં 116.52 લાખ ટન રહ્યો હતો.આ સિવાય ઉત્તરપ્રદેશની 120 ખાંડ મિલોમાંથી 75 મિલોએ પિલાણની કામગીરી પૂરી કરી છે, જ્યારે 45માં હજુ ઉત્પાદન ચાલુ છે.આમ દેશનું બીજુ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર છે.જ્યાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષના 30 એપ્રિલ સુધીની સરખામણીએ વધીને 105.63 લાખ ટન રહ્યું છે.આમ મહારાષ્ટ્રમાં 167 ખાંડ કારખાનાઓએ પિલાણની કામગીરી પૂરી કરી છે.

આમ યુરોપ અને બ્રાઝિલમા હવામાનને કારણે શેરડીના પાકને નુકસાન થતાં ભારતની ખાંડની નિકાસમા માંગ વધવાની શકયતા જોવાઈ રહી છે.જેમાં બ્રાઝિલ બાદ વિશ્વમાં ભારત ખાંડનો મોટો ઉત્પાદક દેશ છે.