લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / સુનિલ ગાવસ્કરના ટેસ્ટ પ્રવેશને ૫૦ વર્ષ પૂર્ણ થવા બદલ સન્માન કરવામાં આવ્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું બી.સી.સી.આઇ દ્વારા તેમના ટેસ્ટ પદાર્પણની ૫૦મી જન્મજયંતિ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં બી.સી.સી.આઇ બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે બેટિંગ લેજન્ડ અને તેમના સહયોગીઓએ ટીમને બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.ત્યારે ૭૧ વર્ષના ગાવસ્કરનું બી.સી.સી.આઇના સેક્રેટરી જય શાહ દ્વારા સ્પેશિયલ કેપ આપી સન્માન કરવામાં આવ્યું હતું.જે કેપ પર ગાવસ્કરના ટેસ્ટ પદાર્પણની તારીખ ૬ માર્ચ ૧૯૭૧ લખેલી છે.આમ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટના લંચ સમય દરમિયાન ગાવસ્કરનું સન્માન કરવામાં આવ્યું હતું.આમ ગાવસ્કરે ૧૯૭૧ થી ૧૯૮૭ દરમિયાન ૧૨૫ ટેસ્ટમાં ૩૫ સદીની મદદથી ૧૦,૧૨૨ સદીનો રેકોર્ડ સર્જ્યો હતો,જેમા ૩૫ સદીના રેકોર્ડ બનાવ્યો હતો.જે રેકોર્ડ સચીન તેંડુલકરે તોડયો હતો.

આમ ભારતના વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો તેમજ કેટલાય વિદેશી ક્રિકેટરોએ ગાવસ્કરને અભિનંદન પાઠવ્યા હતા.જેમાં એલન લેમ્બ,ડેવિડ ગ્રોવર,ગ્રેહામ ગૂચ,રિચાર્ડ્સ,લોઇડ વગેરેનો સમાવેશ થાય છે.