લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સુપ્રીમ કોર્ટના અનેક કર્મચારીઓ,અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા,વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરાશે

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ સહિતના અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે.ત્યારે દેશની સર્વોચ્ય સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ પ્રવેશ કરી લીધો છે.ત્યારે સુપ્રીમ કોર્ટના અનેક કર્મચારીઓ અને અધિકારીઓ કોરોનાના લક્ષણોથી પરેશાન છે અને અનેક લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.આમ સુપ્રીમ કોર્ટમાં 3,400થી વધુ કર્મચારીઓ કામ કરે છે.ત્યારે કોર્ટમાં શનિવાર સુધીમાં 44 લોકોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.આમ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી સુપ્રીમ કોર્ટના તમામ જજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાના ઘરે રહીને જ સુનાવણી કરશે.જેમાં તમામ કોર્ટ રૂમ સહિતના સુપ્રીમ કોર્ટના પરિસરને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.જેથી કરીને સોમવારે તમામ બેંચ પોતાના નિર્ધારિત સમયથી એક કલાક મોડી બેસશે.

આમ આ અગાઉ દિલ્હીમાં વધી રહેલા કોરોના સંકટને પગલે દિલ્હી હાઈકોર્ટે રાજધાનીની તમામ જિલ્લા અદાલતોમાં ફિઝિકલ સુનાવણી બંધ કરવા આદેશ આપ્યો હતો.જેમાં નવા આદેશ બાદ આગામી 23 એપ્રિલ સુધી દિલ્હી હાઈકોર્ટ અને દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં વર્ચ્યુઅલ મોડથી સુનાવણી થશે.