લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તર ભારત અને ઓરિસ્સા તરફ 25 હજાર લોકોનું પલાયન થયું,સુરતથી યુ.પી માટે સ્પેશિયલ ટ્રેન ચલાવાશે

સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે સુરતમાં રહેતા યુ.પી,બિહાર,બંગાળ અને ઓરિસ્સા સહિતના લોકો પોતાના વતન જવા માટે રવાના થઇ રહ્યા છે.ત્યારે પોતાના ઘરે જનારા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે.ત્યારે સુરતથી ટ્રેનોની સરખામણીમાં દરરોજ 100થી વધુ બસો ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવી રહી છે.આમ રેલવે દ્વારા સતત વધી રહેલી વેઇટિંગની સ્થિતિ જોતા અત્યારસુધીમાં યુપી, બિહાર,ઝારખંડ માટે વધુ ટ્રેનોની માંગ કરાઇ છે.જેમાં 15મી એપ્રિલ સુધી પ.રેલવે સુરતથી થઇને યુપી,બિહાર,બંગાળ અને ઓરિસ્સા માટે 15 જેટલી ટ્રેનો દોડાવી રહ્યું છે.જે ટ્રેનોમાં સુરતથી થયેલા રિઝર્વેશન મુજબ 18 હજાર લોકો રવાના થયાં છે,જ્યારે સુરતથી રવાના થનારી ટ્રેનોમાં 8 થી 10 હજાર લોકો જઇ રહ્યા છે.આ સિવાય મુંબઇ અને અમદાવાદથી ઉપડી સુરતના માર્ગે જનારી ટ્રેનોમાં 5 થી 6 હજાર લોકો રોજ જઇ રહ્યા છે.આમ રેલવે દ્વારા આગામી 21 એપ્રિલથી સુરતથી યુપીના સુબેદારગંજ માટે વધુ એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરાઇ છે.

આમ સુરતથી યુપી,બિહાર,ઝારખંડ અને ઓરિસ્સા માટે ટ્રાવેલર્સ દ્વારા દરરોજની 100 જેટલી બસો ચલાવવામાં આવી રહી છે.જે દરેક બસમાં 100 થી 120 જેટલા મુસાફરો હોય છે.