લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / સ્વિસ એક્સપ્રેસ રોજર ફેડરરનું પુનરાગમન થયું

એક વર્ષ કરતાં લાંબાસમય સુધી પ્રોફેશનલ ટેનિસથી દૂર રહેલા દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે એટીપી ટૂર ટેનિસમાં પોતાની ૨૪મી સિઝનની શરૂઆત કતાર ઓપન ટૂર્નામેન્ટમાં વિજય સાથે કરી હતી.જેમાં વિશ્વના ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત રોજર ફેડરરે બીજા રાઉન્ડના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ડેનિયલ ઇવાન્સને ૭-૬,૩-૬,૭-૫થી હરાવ્યો હતો.આમ ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૦ બાદ ફેડરરના ઘૂંટણમાં બે વખત સર્જરી કરવામાં આવી હતી.ત્યારે તે ૪૦૫ દિવસ બાદ ટેનિસ કોર્ટ ઉપર પરત ફર્યો હતો.આમ ૨૦ ગ્રાન્ડસ્લેમના ચેમ્પિયન રહેલા ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં નિકોલેઝ બાસિલાશવિલી સામે રમશે.જેણે મલેક ઝાઝિરીને ૬-૨,૬-૨થી હરાવ્યો હતો.જ્યારે ડોમિનિક થિએમે પ્રથમ સેટમાં પાછળ રહ્યા બાદ વળતી લડત આપતા ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલ સુધી સફર કરનાર અસ્લાન કરાત્સેવને ૬-૭,૬-૩,૬-૨થી હરાવીને આગળ વધ્યા હતા.જ્યારે થિએમનો આગામી મુકાબલો રોબર્ટો બાતિસ્તા એગુટ સામે થશે જેણે કઝાકસ્તાનના એલેકસાન્દ્ર બુબલિકને ૬-૪,૬-૩થી પરાજય આપ્યો હતો.