જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ધરતીનું સ્વર્ગ કહી શકાય એવું હિલ સ્ટેશન છે. આમ ગુલમર્ગમાં અંદાજે 2730 મીટરની ઊંચાઈ પર સ્થાનિક હોટલ-સંચાલકે દેશનું પહેલું ઈગ્લુ કેફે બનાવ્યું છે.જે બરફથી બનેલું કેફે પર્યટકો અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.આ ઈગ્લુ અંદરથી 22 ફૂટ પહોળું અને 13 ફૂટ ઊંચું છે,જ્યારે બહારથી એની પહોળાઈ 24 ફૂટ અને ઊંચાઈ 15 ફૂટ છે.
આમ આ ઈગ્લુ બનાવવામાં 20 કર્મચારીએ 15 દિવસ જેટલો સમય લીધો છે.કર્મચારીઓએ આ ઈગ્લુ બે શિફ્ટમાં બનાવ્યું છે.ઈગ્લુ બનાવવા માટે બરફને દબાવીને ઈંટ જેવો આકાર આપવાનો હોય છે.ત્યારપછી એ ઈંટોને સામાન્ય ઈંટોની જેમ ગોઠવી દેવાની હોય છે,પરંતુ એમાં સિમેન્ટની જગ્યાએ માત્ર બરફનો ઉપયોગ કરવામાં આવે છે.કેફેમાં ખુરશી-ટેબલ પણ બરફના જ બનાવવામાં આવ્યાં છે.આ કેફેમાં 4 ટેબલ મૂકવામાં આવ્યા છે એમાં 16 લોકો આરામથી બેસી શકે છે.આ ઈગ્લુમાં આવીને લોકોને પ્રાચીન લોકોની જીવનશૈલીનો અહેસાસ થાય છે,જે બરફના વિસ્તારોમાં ઈગ્લુમાં રહે છે.
સામાન્ય રીતે ઈગ્લુ બહારથી જોતાં વ્યક્તિને એવું લાગે એ બરફની અંદરના ગુંબજમાં ખૂબ ઠંડી હશે,પરંતુ નવાઈની વાત એ છે કે ઈગ્લુની બહારની સરખામણીએ અંદરનું તાપમાન વધારે હોય છે.ફિઝિક્સના નિયમો પ્રમાણે,કંપ્રેસ્ડ બરફ ઈન્સ્યુલેશનનું કામ કરે છે અને કોઈપણ પ્રકારની ગરમીને બહાર નથી જવા દેતી.આ ઈગ્લુ બહારથી આવતા ઠંડા પવનને રોકે છે.પરિણામે,ઈગ્લુની અંદર બહારની સરખામણીએ થોડો ગરમાવો રહે છે. આમ,જો બહારનું તાપમાન માઈનસ 10 ડીગ્રી હોય તો અંદરનું તાપમાન માઈનસ 5 થી 10 ડીગ્રીની વચ્ચે રહે છે.
આ ઈગ્લુ એવી જગ્યાએ બનાવવામાં આવ્યું છે,જ્યાં સૂરજનો પ્રકાશ થોડો ઓછો આવે છે.જેથી પર્યટકો માટે આ ઈગ્લુ માર્ચ સુધી ખુલ્લું રહેશે,કારણકે ગુલમર્ગમાં માર્ચ સુધી માઈનસ તાપમાન રહેતું હોય છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved