લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ટી-20 મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી માર્ટિન ગુપ્તિલ બન્યો,રોહિત શર્માને છોડ્યો પાછળ

ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ટી-20માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.જેમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 મેચમાં 8 સિક્સર લગાવીને ગુપ્ટિલ ટી-20માં સૌથી વધુ સિક્સર લગાવનાર ખેલાડી બની ગયો છે.જે મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 219 રન બનાવ્યા હતા.ત્યારે તેના જવાબમાં ઓસ્ટ્રલિયાની ટીમ 8 વિકેટે 215 રન જ બનાવી શકી હતી.આમ આ મેચમાં ન્યૂઝીલેન્ડે 4 રને જીતી લીધી હતી.આ મેચમાં ગુપ્ટિલે 50 બોલમાં 97 રનની ઈનિંગ રમી હતી.જેમા તેમણે 6 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.

આમ આ મેચ બાદ ટી-20 ઈન્ટરનેશલ ક્રિકેટમાં ગુપ્ટિલની 132 સિક્સર થઈ ગઈ છે.ત્યારે બીજીતરફ ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ 108 મેચમાં 127 સિક્સર ફટકારી છે.

આમ ગુપ્ટિલ ટી-20માં પોતાની ત્રીજી સદી ચુકી ગયો હતો જ્યારે રોહિતે 4 સદી ફટકારી છે.ટી-20માં સૌથી વધુ રન બનાવવામાં ગુપ્ટિલ વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી ત્રીજા ક્રમે છે.જેમાં કોહલીના 2928 રન,રોહિત શર્માના 2773 રન,માર્ટિન ગુપ્ટિલના 2718 રન છે. આમ ન્યૂઝીલેન્ડે 11મી વખત ટી-20માં 200થી વધુનો સ્કોર બનાવ્યો છે જેમાં 8 વાર જીત મેળવી છે.આમ ટી-20માં સૌથી વધુ 200થી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતીય ટીમના નામે છે.જેમાં ભારતે ટી-20માં 17 વાર 200થી વધુનો સ્કોર બનાવ્યો છે જ્યારે 15 મેચમાં જીત મેળવી છે.