લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તામીલનાડુમાં ડીએમકેના સ્તાલીન અને તેમના પુત્ર ઉદયનિધી બંને વિધાનસભા ચુંટણી લડશે

તામીલનાડુમાં યોજાઇ રહેલી વિધાનસભા ચુંટણીમાં ડીએમકેના નેતા અને મુખ્યમંત્રીપદના દાવેદાર તથા સ્વર્ગસ્થ કરુણાનીધીના પુત્ર એમ.કે.સ્તાલીને આગામી ચુંટણીમાં કોલાથુર વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવાની જાહેરાત કરતાં પક્ષમાં આ માટે ઉમેદવારી નોંધાવી દીધી છે.ત્યારે તેમના પુત્ર અને પક્ષની યુવા મોરચાના મહામંત્રી ઉદયનીધી સ્તાલીન ચેપોક મત વિસ્તારમાંથી ચુંટણી લડશે.આમ ઉદયનીધી પ્રથમ વખત ચુંટણી લડી રહયો છે.જેઓએ પોતાના દાદા એમ.કરુણાનીધીની ચેપોક બેઠક પસંદ કરી છે.આમ પિતા-પુત્ર બંને ચુંટણી લડી રહ્યા હોય તેવી તામીલનાડુમાં આ બીજી ઘટના છે.આમ આ અગાઉ કરુણાનીધી અને સ્તાલીન બંને સાથે લડયા હતા.