લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તમિલનાડુ સરકારે સોના પરની લોન માફ કરી દીધી

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં છે ત્યારે મુખ્યમંત્રી ઇ.પલાનીસ્વામીએ મહત્વની ચૂંટણી જાહેરાત કરતા રાજ્યમાં ગોલ્ડ લોન માફ કરવાનો નિર્ણય લીધો છે.આમ ચૂંટણી તારીખની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઇ જાય છે. એવામાં રાજ્યની ઇ.પલાનીસ્વામી સરકારે એલાન કરી દીધુ હતું કે સહકારી બેન્કો દ્વારા ખેડૂતો અને ગરીબોને આપવામાં આવેલી ગોલ્ડ પર લોનને માફ કરવામાં આવશે.આમ દેશનું અર્થતંત્ર કોવિડની અસરથી ઉભર્યું નથી એવામાં અમારા નિર્ણયથી લોકડાઉન જેવા કપરા સમયમાં ગિરવી મૂકેલા સોનાને છોડાવવામાં રાહત મળશે.તેમજ કોવિડ સમયગાળા દરમિયાન અને ત્યારપછીની પરિસ્થિતિઓમાં રાહત ઉપાયો તરીકે તમિલનાડુમાં કો-ઓપરેટિવ બેન્કો દ્વારા ઓછા વ્યાજે સોના પર લોન જેવી યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી.જે હેઠળ રાજ્યના લોકોને 25 હજારથી 1 લાખ સુધીની લોન 3 મહિનામાં ચૂકવવાની શરતે મળી શકતી હતી.આમ આ પહેલા મુખ્યમંત્રીએ 16 લાખથી વધુ ખેડૂતોના 12 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી હતી.