લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તામિલનાડુ રાજ્યે સરકારી કર્મચારીઓની નિવૃતિ વય 59થી વધારીને 60 વર્ષ કરી

તમિલનાડુ સરકારે શિક્ષકો અને જાહેર સાહસોનાં કર્મચારીઓ સહિત પોતાના તમામ કર્મચારીઓની સેવાનિવૃતીની વયમર્યાદા 59 થી વધારીને 60 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે.આમ સરકારી કર્મચારીઓ માટે સેવાનિવૃતીની વયમાં એક વર્ષની વૃધ્ધી કરવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયની ઘોષણા મુખ્યપ્રધાન કે.પલાનીસ્વામીએ વિધાનસભામાં નિયમ 110 હેઠળ કરી છે.આમ સરકારી અને ગ્રાન્ડેડ શૈક્ષણિક સંસ્થાઓ,જાહેર સાહસો,સ્થાનિક યુનિટો અને 31 મે 2021નાં દિવસે સેવાનિવૃત થનારા તમામ કર્મચારીઓ માટે માન્ય રહેશે.આમ ગત વર્ષે મે મહિનામાં મુખ્યપ્રધાને સરકારી કર્મચારીઓની સેવાનિવૃતિની વય 58 વર્ષથી વધારીને 59 વર્ષ કરી હતી.