લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પૂર્વે શશિકલાની રાજકારણમાંથી નિવૃતિ

તામિલનાડુમાં વિધાનસભા ચુંટણી પૂર્વે સ્વ.જયલલિતાના વિશ્વાસુ એવા વી.કે.શશિકલાએ રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.આમ તેઓએ રાજકીય સન્યાસ લેવા સાથે એઆઇએડીએમકેને પત્રમાં કાર્યકરોને એક બનીને આગામી ચુંટણીમાં મોટી જીત મેળવવા હાકલ કરી છે.આમ ચાર વર્ષ બાદ તેઓ બેંગ્લોરથી ચેન્નાઇ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ.ત્યારે તેઓ વિધાનસભા ચુંટણી લડશે એ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.આમ વર્ષ 1991થી જયલલિતાને અમ્મા અને શશિકલાને ચીનમ્મા કહેવાનું શરૂ થયુ હતુ.