લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તામિલનાડુના કન્યાકુમારીમાં ગૃહમંત્રીએ રોડ શો કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે તામિલનાડુ અને કેરળના પ્રવાસ પર છે.ત્યારે તેઓ પહેલા તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા.જ્યાં તેમણે સુચિન્દ્ર મંદિરમાં પૂજા-અર્ચના કરી ડોર ટુ ડોર અભિયાન ‘વિજય સંકલ્પ મહાસંપર્કની શરૂઆત કરી રોડ શો કર્યો હતો.આમ રોડ-શો પછી તેઓ કન્યાકુમારીની ઉડપ્પી હોટેલમાં કાર્યકર્તાઓની બેઠકમાં ભાગ લેશે.ત્યારબાદ કેરળ જવા રવાના થશે.આમ તેઓ સાંજે 4.30 વાગ્યે કેરળના ત્રિવેન્દ્રપુરમમાં શ્રી રામકૃષ્ણ મઠની મુલાકાત લેશે.ત્યારપછી સાંજે 6 વાગ્યે પાર્ટીની કેરળ વિજય યાત્રામાં ભાગ લેશે.આ પ્રવાસ દરમિયાન તેઓ ત્રિવેન્દ્રમપુરમમાં ભાજપની વિશાળ રેલીને પણ સંબોધન કરશે.