લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ખેડૂત આંદોલન વચ્ચે તામિલનાડુ રાજ્યનો મોટો નિર્ણય – ખેડૂતોનુ 12,000 કરોડનુ દેવુ માફ કર્યુ

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે તામિલનાડુ સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાજી કરવા માટે મોટો નિર્ણય લીધો છે.જેમાં તામિલનાડુએ રાજ્યના ખેડૂતોનુ 12,000 કરોડ રૂપિયાનુ દેવુ માફ કરી દીધુ છે.આ દેવુ છે જે ખેડૂતોએ કો ઓપરેટિવ બેન્કોમાં ભરપાઈ કરવાનુ છે જેમાં સરકારના આ નિર્ણયથી 16 લાખ જેટલા ખેડૂતોને સીધો ફાયદો થશે.

આ પહેલા તામિલનાડુ સરકારે 1 ફેબ્રુઆરીએ ખેડૂતો માટે બીજી યોજનાની પણ જાહેરાત કરી હતી જેમાં મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ એલાન કર્યું હતુ કે,જાન્યુઆરીમાં થયેલા વરસાદના કારણે ખેતીને નુકસાન થયુ છે તે ભરપાઈ કરવા માટે સરકાર રાજ્યના ખેડૂતોને 1167 કરોડ રૂપિયાની સહાય કરશે.જે સીધી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.કારણ કે રાજ્યમાં વરસાદના પગલે 6.62 લાખ હેક્ટર પરની ખેતી બરબાદ થઈ છે.

આમ તેમણે કહ્યુ હતુ કે,ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ખેડૂતોને રાજ્યના રાહત ભંડોળમાંથી સહાયતા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.