લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ટૌકતેથી કર્ણાટકમાં 4ના મોત થયા,જ્યારે ગુજરાત-મહારાષ્ટ્રમાં એલર્ટ

અરબ સાગરમાંથી ઉઠેલા ટૌકતે વાવાઝોડાના કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.કર્ણાટકમાં વાવાઝોડા વચ્ચે ભારે વરસાદના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે અને રાજ્યના 73 ગામ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે.આ સિવાય ટૌકતે વાવાઝોડું ગોવાના તટીય કિનારે પણ અથડાઈ ગયું છે ત્યારે પણજી ખાતે પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી જ્યાં અનેક જગ્યાએ રસ્તાઓ પર ઝાડ પડી ગયા છે અને તેના કારણે નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને પણ નુકસાન થયું છે.ગોવાના કિનારે ભારે પવનની સાથે મૂશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે.

આમ આ વાવાઝોડું રવિવારે મુંબઈમાંથી પસાર થાય તેવી આશંકા છે.આ કારણે બીએમસીએ કોવિડના દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે.વાવાઝોડાની આશંકાને પગલે ગુજરાતમાં પણ હાઈએલર્ટ જાહેર કરાયું છે.જેમાં સુરત જિલ્લાના 40 ગામ અને ઓલપાડના 28 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.આ સિવાય સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસને આગામી 17-18 મે માટે બંધ કરી દેવામાં આવી છે.આ તરફ પોરબંદરના 30 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.આમ વર્તમાન સમયમાં ચાલી રહેલા વાવાઝોડાને પગલે ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક બોલાવી હતી.જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર, દીવ-દમણ અને દાદરા નગરહવેલીના અધિકારીઓ સામેલ થયા હતા.