લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તાઉક્ત સાયક્લોનથી દરિયામાં ઊંચા મોજા ઉછળતા મુંબઇ નજીકના દરિયામાં 2 જહાજો તણાયા

ગુજરાત દિશા તરફ કૂચ કરી રહેલા અરબી સમુદ્રમાં આવેલા તોફાન તાઉક્તે સાયકલોને અતિરૈદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.જેના અંતર્ગત રાજ્ય પ્રશાસન,મુંબઇ મહાપાલિકા અને એનડીઆરએફ સાયકલનને માત આપી રહી છે.ત્યારે મુંબઇ નજીક સમુદ્રમાં ઉંચા મોજા ઉછળતા સમુદ્રકિનારે બે મોટા જહાજ તણાઇ ગયા હોવાની જાણકારી મળી છે.જે પૈકી એક જહાજમાં 273 લોકો અને બીજા જહાજમાં 137 સાથે કુલ 410 લોકો અટકી પડયા છે.આમ આ જહાજની મદદ માટે આઇ.એન.એસ કોચી,આઇ.એન.એસ.કોલકાતા યુદ્ધ નૌકાને મોકલવામાં આવી છે.