લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તાઉતેથી મુંબઈમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો,જ્યારે 102 કીમીની ગતીએ પવન ફુંકાયો

ગુજરાત તરફ આવી રહેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળ મુંબઈ શહેરમા ભારે વરસાદ શરૂ થયો છે.જોકે વાવાઝોડુ મુંબઈના દરીયાથી 120 કીમી દૂરથી પસાર થઈ રહ્યું છે પરંતુ તેની અસરથી કોલાબા અને શાંતાક્રુઝ વેધશાળા હેઠળના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે અને વર્લી તથા તેની આસપાસ 7 ઈંચ જેટલું પાણી પડી ગયું છે.આમ ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં અંધેરી,દાદર સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે.મુંબઈની દક્ષિણ તથા પશ્ચિમ પરાની ટ્રેનોને 12 વાગ્યા પછી થોડાસમય માટે થંભાવી દેવામાં આવી હતી.આ સિવાય મુંબઈમાં 132 જેટલા વૃક્ષો પડી ગયા છે.આમ વર્તમાન સમયમાં સરકાર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી.