આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર શ્રીલંકાનો કોઈ ખેલાડી રમતો જોવા નહીં મળે.આ વર્ષે મિનિ ઓક્શનમાં શ્રીલંકાના 9 ખેલાડીઓ સામેલ હતા.પરંતુ કોઈપણ ફ્રેન્ચાઈસીએ તેમને ખરીદ્યા નથી.જેને લઈને શ્રીલંકાના પૂર્વ ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કોચ જયવર્ધને નિરાશ છે. તેમણે કહ્યું કે કોઈપણ ફ્રેન્ચાઈસીએ શ્રીલંકાના ખેલાડીને ન ખરીદ્યા તે ખુબ આઘાતજનક છે.ત્યારે બીજીતરફ શ્રીલંકાના ખેલાડીઓ માટે એક શીખ સમાન છે.જો તેમણે આઈપીએલમાં રમવું હોય તો તેમણે પોતાની રમતને સુધારવી પડશે.તેમણે વધુમાં કહ્યું કે શ્રીલંકાના કેટલાક ખેલાડી જરૂર ફ્રેન્ચાઈસીની નજરમાં હતા,પરંતુ સ્પર્ધા બહુ છે.આ વર્ષે ઓવરસીજ ખેલાડીઓ માટે બહુ વધારે ખાલી સ્લોટ નહોતા.જેમાં મોટાભાગની ટીમો પાસે ફાસ્ટબોલર અને ઓલરાઉન્ડર્સની જગ્યા ખાલી હતી.આમ શ્રીલંકાના પૂર્વ કેપ્ટનને આશા છે કે આવનારા સમયમાં યુવા ખેલાડીઓ વર્તમાન સ્થિતિને બદલશે.આમ શ્રીલંકાના પૂર્વ કેપ્ટનને આશા છે કે આવનારા સમયમાં યુવા ખેલાડી વર્તમાન સ્થિતિને બદલશે અને જો ભવિષ્યમાં શ્રીલંકાના ખેલાડીઓએ આઇપીએલમાં રમવું હશે તો પોતાની જાતને ઓલરાઉન્ડર તરીકે સાબિત કરવી પડશે.
આમ 18 ફેબ્રુઆરીએ યોજાયેલી હરાજીમાં શ્રીલંકા તરફથી કુસલ પરેરા,તિસારા પરેરા,કેવિન કોથીગોડા,મહીશ ટિકસન,વિજયકાંત,વનિડુ હસરંગા,દુશ્મંતા ચમીરા અને ઈસરૂ ઉડાના સામેલ હતા. તેમાથી ઉડાના,તિસારા પરેરા,દુશ્મંતા જેવા કેટલાક ખેલાડી એવા હતા કે જેમની બેઝ પ્રાઈસ 50 લાખ હતી.પરંતુ તેમના પર કોઈએ બોલી લગાવી નહોતી.આમ આ સિઝનની હરાજી પહેલા ઉડાનાને રોયલ ચેલેન્જર્સે રિલિઝ કર્યો હોવાથી આઇપીએલમા જોવા મળશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved