લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ટાઈમ્સ જૂથના ચેરપર્સન ઈન્દુ જૈનનું 84 વર્ષની વયે નિધન થયું

દેશના ટોચના અખબાર જૂથ ટાઈમ્સ ગ્રૂપના ચેરપર્સન ઈન્દુ જૈનનું દિલ્હી ખાતે કોવિડ સંબંધિત બીમારીને લીધે 84 વર્ષની વયે નિધન થયું હતું.જેઓએ ઇ.સ 1999માં ટાઈમ્સ જૂથના ચેરપર્સન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પોતાની સંવેદનશીલ અને સમાવેશક નેતૃત્વ શક્તિથી જૂથને નવી ઊંચાઈએ પહોંચાડ્યું હતું.વર્ષ 2000માં તેમણે ટાઈમ્સ ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી જે મુખ્યત્વે સાતત્યપૂર્ણ વિકાસના ક્ષેત્રમાં કાર્યરત છે.આ ઉપરાંત તેમણે સ્થાપેલા ટાઈમ્સ રિલીફ ફંડ દ્વારા વાવાઝોડું,ભૂકંપ,પૂર તથા મહામારી જેવી આપત્તિઓ દરમિયાન મોટાપાયે સામુદાયિક સેવાઓની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ઇસ 1983માં ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશનના તેઓ સ્થાપક અધ્યક્ષ હતાં.આમ સાહિત્યમાં રૂચી ધરાવતાં ઈન્દુ જૈન ઇસ 1999થી ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટના ચેરપર્સન તરીકે કાર્યરત હતાં.આમ ઇસ 2016માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.જ્યારે ઇસ 2018માં ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા તેમને લાઈફટાઈમ કોન્ટ્રિબ્યુશન ટુ મીડિયાનો એવોર્ડ અપાયો હતો.

ઇસ 2019માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.આ ઉપરાંત ઈન્ડિયન કોંગ્રેસ ઓફ વીમેન દ્વારા પણ તેમને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો.વર્ષ 2000માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર ખાતે યોજાયેલી મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટને સંબોધન કર્યું હતું.