લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રચાર કરશે સપા સાંસદ જયા બચ્ચન

બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ટી.એમ.સી અને ભાજપ બંને પાર્ટીએ અત્યારસુધી ચૂંટણી પ્રચારમાં તનતોડ મહેનત કરી હતી.ત્યારે હવે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ટી.એમ.સીના સમર્થનમાં ઉતરવાના છે.આમ થોડા દિવસ પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને એકજૂથ થવા ચિઠ્ઠી લખી હતી.ત્યારબાદ જયા બચ્ચન રવિવારે મોડી સાંજે કોલકાતા પહોંચી ગયા હતા અને સોમવારે તેઓ ટાલીગંજ ખાતેથી ટી.એમ.સીના ઉમેદવાર અરૂપ બિસ્વાસ માટે રેલી કરશે.આમ રાજ્યમાં નંદીગ્રામ બાદ આ બેઠકને મહત્વની માનવામાં આવે છે કારણ કે ટી.એમ.સી ઉમેદવાર આ સીટ પરથી 3 વખત ધારાસભ્ય બની ચુક્યા છે.