કોરોનાની બીજી લહેરના પડકાર વચ્ચે આગામી 28 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા-2021ના નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી દેશભરની 446 બેન્ક શાખાઓમાં યાત્રિકો આગોતરું રજિસ્ટ્રેશન કરાવી શકશે.જે બેન્કોમાં પંજાબ નેશનલ બેન્ક,જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્કમાં શિવભક્તોને રજિસ્ટ્રેશનની સુવિધા મળશે.ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આવેલી 17 બેન્ક શાખાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.જેમાં રજિસ્ટ્રેશન માટે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો અને ડોક્ટરો પાસેથી 15 માર્ચથી જારી અનિવાર્ય સ્વાસ્થ્ય પ્રમાણપત્ર માન્ય ગણાશે.જેમાં હેલિકોપ્ટરથી યાત્રા કરનારા યાત્રિકોએ આગોતરું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહી.
આમ વર્ષ 2019માં કલમ 370 હટવા અને વર્ષ 2020માં કોવિડ મહામારીને કારણે યાત્રા બે વર્ષથી પ્રભાવિત રહી છે.ત્યારે આ વર્ષે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડને દેશ-વિદેશથી લગભગ 6 લાખ શિવભક્તોના પહોંચવાની આશા છે અને તે અનુસાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ત્યારે આધાર શિબિર ભગવતીનગરમાં યાત્રિકોની આવાસ ક્ષમતા 1500 થી વધારીને 5000 કરવાની યોજના છે.આમ આ યાત્રાના આવાગમનથી જમ્મુ-કાશ્મીરમાં સુસ્ત પડેલા પર્યટન અને કારોબારને ગતિ મળશે.આ વખતે ભક્તોને બાલટાલથી દોમેલ માર્ગ પર પહેલી વખત વિનામૂલ્યે બેટરીકાર સેવા મળશે.આમ 56 દિવસ ચાલનારી આ યાત્રામાં યાત્રિકો અને સેવા પૂરી પાડનારા કાર્યકરો માટે દૂર્ઘટના વીમા કવર 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવ્યું છે.જ્યારે દૈનિક યાત્રિકોની સંખ્યા 7500 થી વધારીને 10 હજાર કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved