લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આજે બંગાળ-અસમમાં બીજા તબક્કાનો પ્રચાર રોકાઈ જશે

પશ્ચિમ બંગાળ અને અસમ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો પડઘમ મંગળવાર સાંજે રોકાઈ જશે.આ બંને રાજ્યોમાં બીજા તબક્કાનુ મતદાન ગુરૂવારે થવાનુ છે.જેમાં બંગાળની 30 વિધાનસભા બેઠકો પર 171 ઉમેદવારો,જ્યારે અસમની 39 બેઠક પર 345 ઉમેદવારો મેદાનમાં છે.પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 વિધાનસભા બેઠક પર આગામી 1 એપ્રિલે મતદાન છે.જેમાં 9 સીટ પૂર્વી મેદિનીપુર જિલ્લાની,જ્યારે બાંકુરાની 8 બેઠકો,પશ્ચિમી મેદિનીપુરની 9 બેઠકો અને સાઉથ 24 પરગણાની 4 બેઠકો પર ચૂંટણી થવાની છે.બીજા તબક્કામાં બંગાળની નંદીગ્રામ બેઠક પણ સામેલ છે.જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપમાંથી શુભેન્દુ અધિકારી ઉમેદવાર છે.