લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આજે આઇ.પી.એલમાં ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ યોજાશે

આજે આઇ.પી.એલમા પોતાની પ્રથમ મેચ ગુમાવ્યા બાદ કમબેક કરનારી ચેન્નાઈ સુપરકિંગ્સ હૈદરાબાદ વિરુદ્ધ રમશે.આમ ચેન્નાઈએ સતત ચાર મેચ જીતી છે ત્યારે હવે તેણે અરુણ જેટલી સ્ટેડિયમ-દિલ્હી ખાતે રમવાનું છે.આમ ચેન્નઈના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈની જીતમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે.જેમાં જાડેજાએ બેંગ્લોર વિરુદ્ધ અંતિમ ઓવરમાં 37 રન બનાવીને એકલા હાથે ટીમને જીત અપાવી હતી.આમ તેણે બેટિંગ બાદ બોલિંગથી વિકેટ મેળવી અને ફિલ્ડિંગમાં પણ કમાલ બતાવી હતી.જ્યારે ટીમના ઓપનિંગ બેટસમેન ઋતુરાજ ગાયકવાડ તેમજ ફાફ ડુપ્લેસી પણ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.આમ હૈદરાબાદ પોતાના વિદેશી ખેલાડીઓ જેવા કે ડેવિડ વોર્નર,જોની બેરિસ્ટો, કેન વિલિયમસન અને રાશિદ ખાન પર નિર્ભર છે.