સરકારી તેલ કંપનીઓએ સામાન્ય લોકોને વધુ એક આંચકો આપતા તેલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવોમાં ફરી એકવખત વધારો કર્યો છે.તે સાથે જ સબસિડી વગરના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત રૂ.769 વધીને રૂ.794 થઈ ગઈ છે.ત્યારે ચાલુ મહિના દરમિયાન ગેસ સિલિન્ડરની કિંમતોમાં ત્રીજી વખત ભાવવધારો થયો છે.બીજીતરફ સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે.આમ સરકારે 4 ફેબ્રુઆરીના રોજ એલપીજી ની કિંમતોમાં 25 રૂનો વધારો કર્યો હતો.ત્યારબાદ ફરીએકવાર 15 ફેબ્રુઆરીના રોજ સિલિન્ડરના ભાવમાં 50 રૂનો વધારો કર્યો હતો.ત્યારબાદ ત્રીજી વખત પણ ભાવમાં 25 રૂ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.આમ પહેલી ડિસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા જ્યારે ત્યારબાદ 644 રૂ થી વધીને સિલિન્ડર 694 રૂપિયાનું થઈ ગયો ત્યારબાદ ફેબ્રુઆરીમાં ત્રીજી વખતના વધારા સાથે ભાવ 794 રૂપિયા સુધી પહોંચ્યો છે.
સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવોમાં ફેરફાર થાય છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીના રોજ ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં 190 રૂપિયાનો વધારો થતાં દેશની રાજધાનીમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ 1,533 રૂપિયા થઈ ગયો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved