લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આજે યમનોત્રીનાં કપાટ ખુલશે પુજારી સહિત 25 લોકોને પરવાનગી અપાશે

અક્ષય તૃતિયાનાં પવિત્ર દિવસ અટલે કે 14 મેના રોજ યમુનોત્રી ધામનાં કપાટ ધાર્મિક વિધીવિધાન સાથે ખોલવામાં આવશે.જે બાબતે યમુનોત્રી મંદિર સમિતિનાં ઉપપ્રમુખ તેમજ સેક્રેટરીએ જણાવ્યુ હતું કે સવારે 8 વાગ્યે માતા યમુનાની ઉત્સવ મૂતને ડોલીયાત્રાની સાથે ખારસાલીથી યમુનોત્રી ધામ માટે રવાના કરવામાં આવશે.તેમજ અભિજિત મુહૂર્તમાં બપોરે 12.15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિ સાથે યમુનોત્રી મંદિરનાં કપાટ ખોલવામાં આવશે.આમ કોવિડ-19ને જોતા આ વખતે કપાટોદઘાટનમાં પુજારી,તીર્થ પુરોહિત અને પલગીર સહિત કુલ 25 લોકોનો જ સમાવેશ થશે.જે તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.