લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ટોક્યો ઓલમ્પિક મશાલના રૂટમા ફેરફાર કરાયો

જાપાનમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે ટોક્યો ઓલમ્પિક મશાલ રિલે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જે આ સપ્તાહના અંતમાં દક્ષિણી દ્વીપ ઓકિનાવા ખાતેથી મશાલ રિલે નીકળવાની હતી.પરંતુ કોવિડ-19ના કારણે મિયાકોજિમા ખાતેથી નીકળનારી રિલેને રદ્દ કરવામાં આવી છે.આમ મશાલ રિલે 6 સપ્તાહ પહેલા ચાલુ થઈ હતી જેમાં આશરે 10,000 દોડવીરો ભાગ લેવાના છે.આમ ગત વર્ષે સ્થગિત થયેલી ઓલમ્પિક રમત આ વર્ષે 23 જુલાઈના રોજ ટોક્યો ખાતે યોજાવાની છે.