લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ટોક્યો ઓલિમ્પિકમાં રાહુલ અને પ્રિયંકા રેસ વૉકિંગ કરશે

ભારતીય રેસ વૉકર રાહુલકુમાર,પ્રિયંકા ગોસ્વામી અને સંદીપકુમારે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરી લીધું છે.જેમાં નેશનલ ઓપન રેસ વૉકિંગમાં સંદીપ અને પ્રિયંકાએ 20 કિ.મી રેસ વૉકિંગમાં નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.જેમાં સંદીપે 1 કલાક 20 મિનિટ 16 સેકન્ડ અને પ્રિયંકાએ 1 કલાક 28 મિનિટ 45 સેકન્ડ જ્યારે રાહુલે 1 કલાક 20 મિનિટ 26 સેકન્ડ જેટલો સમય લીધો હતો.

આમ ઓલિમ્પિક ક્વૉલિફિકેશન ટાઈમ પુરુષો માટે 1 કલાક 21 મિનિટ જ્યારે મહિલાઓ માટે 1 કલાક 31 મિનિટ છે.જેમાં સંદીપે ઈરફાન અને દેવેન્દર સિંહનો 1 કલાક 20 મિનિટ 21 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. જ્યારે પ્રિયંકાએ ભાવના જાટનો 1 કલાક 32 મિનિટ 59 સેકન્ડનો રેકોર્ડ તોડી નાખ્યો છે.આ અગાઉ રેસ વૉકર કેટી ઈરફાન અને ભાવના જાટ પણ ઓલિમ્પિક ક્વૉટા અપાવી ચૂક્યા હતા.

આમ અત્યારસુધી 77 ભારતીય ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરી ચૂક્યા છે.જેમાં ભારતીય ઓલિમ્પિક યુનિયનને આશા છે કે આ આંક 158 સુધી પહોંચી શકે છે.આમ જ્વેલિન થ્રોમાં નીરજ ચોપડા,શિવપાલ સિંહ,સ્ટીપલચેજર અવિનાશ સાબલે ક્વૉલિફાઈ કરી ચૂક્યા છે.