લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ટોંગા દેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

દક્ષિણ પ્રશાંત મહાસાગર સ્થિત ટાપુ દેશ ટોંગામાં મોડી રાત્રે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જે અંગે યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ટોંગાના હિહિફોથી 95 કિમી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.જેનું કેન્દ્ર પૃથ્વીથી 210.1 કિમીની ઊંડાઈ પર હતું.આ સિવાય અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જે અંગેની માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5ની હતી.