લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે પાંચ રાજ્યોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઇ

અરબી સમુદ્રમાં ઉદભવેલા હવાના હળવા દબાણને પગલે સંભવિત ‘તૌકતે’ વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે.ત્યારે વાવાઝોડાના ખતરાને પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ગુજરાત સહિત કેરળ,કર્ણાટક,તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં એનડીઆરએફની 53 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.આમ એનડીઆરએફની એક ટીમમાં 40 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.આમ આ વાવાઝોડું 18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા તેમજ પાડોશી દેશ પાકિસ્તાનના કાંઠા તરફથી ફંટાવાની શક્યતા છે.

આમ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના ધરાવતા વાવાઝોડાનું નામ ‘તૌકતે’ છે.જે નામ મ્યાનમારે આપ્યું છે.જેનો અર્થ ગેકો એટલે કે ગરોળી થાય છે.