લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રમકડાં ઉદ્યોગને બજેટમાં ખાસ નીતિ અંતર્ગત પ્રોત્સાહન પૂરૂ પડાશે

આવતા સપ્તાહે બજેટની રજૂઆત કરતી વેળાએ નાણાંપ્રધાન રમકડાં ઉદ્યોગ માટે ખાસ નીતિ જાહેર કરે તેવી ધારણાં છે.ઘરઆંગણેના ઉદ્યોગને ટેકો પૂરો પાડવા ખાસ નીતિ જાહેર થવાની શકયતા છે.જેમાં નવી નીતિથી રમકડાં ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને આવકારી શકાશે.ઘરેલું રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય અગાઉથી જ પગલાં લઈ રહ્યું છે.આમ આ ક્ષેત્ર માટે તણે કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર જાહેર કર્યો છે તથા ગયા વર્ષે રમકડાં પર આયાત ડયૂટીમાં પણ વધારો પણ કર્યો હતો.

આમ ઘરેલું બજારમાં હલકી ગુણવત્તાના રમકડાંના પ્રવેશને અટકાવવા કવોલિટી કન્ટ્રોલ ધોરણ લાગુ કરાયું છે.જેમાં વૈશ્વિક રમકડાં બજારમાં ભારતનો હિસ્સો બહુ જ ઓછો છે.રમકડાંની વૈશ્વિક માગમાં ભારતનો નિકાસ આંક ૦.૫૦ ટકા રહે છે.રમકડાં ક્ષેત્રના વિકાસ માટે સંશોધન,વિકાસ અને ડિઝાઈન સહિતના કેન્દ્રોને મહત્વ અપાવું જોઈએ એમ ઉદ્યોગના આગેવાનોએ જણાવ્યું હતું.દેશમાં રમકડાંના ઉત્પાદનમાં વધારાથી નિકાસ વૃદ્ધિમાં મદદ મળશે.વર્તમાન સમયમાં ચીન તથા વિયેતનામ આ ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી છે.આમ ભારતમાં રમકડાં ઉદ્યોગ અસંગઠીત છે અને અંદાજે ૪૦૦૦ જેટલા નાના તથા મધ્યમ ઉપક્રમો સંકળાયેલા છે. ભારતમાં ૮૫ ટકા રમકડાં આયાત કરવામાં આવે છે.